જૂન 25, 2025 7:43 પી એમ(PM)

printer

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે એક્સિઓમ-ચાર મિશન હેઠળ અવકાશમાં જવા રવાના થયા

દેશ માટે એક ઐતિહાસિક ક્ષણમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે એક્સિઓમ-૪ મિશન પર અવકાશમાં રવાના થયા. રાકેશ શર્મા પછી શુક્લા ચાર દાયકાથી વધુ સમયમાં અવકાશમાં રહેનારા પ્રથમ ભારતીય બનશે. આ મિશન આજે ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૦૧ વાગ્યે યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું છે કે, એક્સિઓમ-૪ આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે ડોક કરશે.
દરમિયાન, ગ્રુપ કેપ્ટન શુક્લાએ અવકાશમાંથી સંદેશ મોકલ્યો છે કે આ એક અદ્ભુત સવારી છે. તેમણે ઉમેર્યું કે તેઓ 41 વર્ષ પછી ફરી એકવાર અવકાશમાં પાછા ફર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ યાત્રા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની શરૂઆત નથી પરંતુ ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત છે. તેમણે ઉમેર્યું કે તેમના ખભા પરનો તિરંગા તેમને કહે છે કે તેઓ બધા ભારતીયો સાથે છે.