ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને અવકાશમાં લઈ જતું એક્સિઓમ-૪ મિશન આજે લોંચ થશે.. ભારતીય સમયાનુસાર બપોરે ૧૨ વાગીને એક મિનિટે , ફ્લોરિડા, અમેરિકામાં કેનેડી સ્પેસ સેન્ટરથી તેને લોન્ચ કરાશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ISRO એ જણાવ્યું હતું કે, એક્સિઓમ-૪ કાલે બપોરે ૪:૩૦ વાગ્યે, લોન્ચ થયાના લગભગ ૨૮ કલાક પછી, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે ડોક કરશે. એક્સિઓમ-૪ મિશનનું લોન્ચિંગ, જે શરૂઆતમાં ૨૯ મેના રોજ ઉડાન ભરવાનું હતું, તે ટેકનિકલ સમસ્યાઓ, હવામાન પરિસ્થિતિઓ અને લીકેજને કારણે વારંવાર વિલંબિત થયું હતું.
Site Admin | જૂન 25, 2025 7:56 એ એમ (AM)
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને અવકાશમાં લઈ જતું એક્સિઓમ-૪ મિશન આજે લોંચ થશે