જૂન 20, 2025 2:00 પી એમ(PM)

printer

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને લઈ જનાર ઍક્સિઑમ- 4 મિશન ફરી એક વાર મોકૂફ

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર માટે ઍક્સિઑમ-4 મિશન ફરી મોકૂફ રખાયું છે. નવા કાર્યક્રમ મુજબ, આ મિશન 22 જૂને મોકલવાનું હતું. અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર સંચાલનનું મૂલ્યાંકન કરવા વધારે સમયની જરૂર હોવાનું જણાવ્યું.
અવકાશ મથકની પરસ્પર જોડાયેલી પ્રણાલિઓના કારણે નાસા એ સુનિશ્ચિત કરવા માગે છે, શું મથક વધારે દળ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દરમિયાન મિશનના સભ્ય ફ્લૉરિડામાં એકાંતમાં રહે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.