જુલાઇ 14, 2025 9:28 એ એમ (AM)

printer

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના ચાલક દળના સભ્યોની પરત યાત્રા આજથી શરૂ થશે

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના અન્ય ત્રણ ચાલક દળના સભ્યોની પરત યાત્રા આજથી શરૂ થશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, અનડોકિંગ આજે ભારતીય સમયાનુસાર સાંજે સાડા ચાર વાગ્યે સુનિશ્ચિત થયું છે. તેમણે કહ્યું કે, ચાલક દળ આવતીકાલે ભારતીય સમયાનુસાર બપોરે ત્રણ વાગ્યે પૃથ્વી પર પરત આવશે.ઉતરાણ પછી, ગ્રુપ કેપ્ટન શુક્લા, ચાલક દળના સભ્યો સાથે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં પાછા અનુકૂલન કરવા માટે ફ્લાઇટ સર્જનોની દેખરેખ હેઠળ સાત દિવસના પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થશે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના પિતા શંભુ દયાલે કહ્યું કે, તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તે સુરક્ષિત રીતે પરત આવે.