નાસાએ જાહેરાત કરી છે કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો ૧૪ જુલાઈએ ધરતી પર પરત ફરશે. એક પત્રકાર પરિષદમાં બોલતા, નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અનડોકિંગ ૧૪ જુલાઈના રોજ કરાશે અને થોડા કલાકો પછી અવકાશયાત્રીઓ કેલિફોર્નિયાના દરિયાકાંઠે પેસિફિક મહાસાગરમાં ઉતરશે.. ગ્રુપ કેપ્ટન શુક્લા હાલમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ૧૪ દિવસના મિશન પર છે. તેઓ ISS સુધી પહોંચનારા પ્રથમ ભારતીય અને ૧૯૮૪માં અવકાશમાં ગયેલા વિંગ કમાન્ડર રાકેશ શર્મા પછી બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા છે
Site Admin | જુલાઇ 11, 2025 9:46 એ એમ (AM)
ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો ૧૪ જુલાઈએ ધરતી પર પરત ફરશે