ભારતીય અવકાશ-યાત્રી ગૃપ કૅપ્ટન શુભાંશુ શુક્લા અને ઍક્સિઑમ-ચાર મિશનના ત્રણ અન્ય ચાલક દળના સભ્ય આજે સલામત રીતે પૃથ્વી પર પરત પહોંચી ગયા છે. આ તમામ લોકો આંતર-રાષ્ટ્રીય અવકાશ મથક પર પોતાના 18 દિવસના ઐતિહાસિક મિશન બાદ પરત આવ્યા છે. સ્પેસ ઍક્સ ડ્રેગન અવકાશ-યાન આજેબપોરે અમેરિકાના કૈલિફૉર્નિયાના સૅન ડિએગો કાંઠાથી દૂર પ્રશાંત મહાસાગરમાં ઉતર્યું. હવે ચાલક દળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને અનુરૂપ થવા માટે સાત દિવસ પુનર્વસનમાં રહેશે. ગૃપ કૅપ્ટન શુક્લા આંતર-રાષ્ટ્રીય અવકાશ મથકનો પ્રવાસ કરનારા પહેલા ભારતીય અને વર્ષ 1984-માં અવકાશમાં ગયેલા વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા પછી બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા છે.
Site Admin | જુલાઇ 15, 2025 7:18 પી એમ(PM)
ભારતીય અવકાશયાત્રી ગૃપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ઍક્સિઑમ-ચારમિશનના અન્ય ચાલક દળના સભ્ય સાથે હેમખમ પૃથ્વી પર પરત પહોંચ્યા.
