ભારતીય અમેરિકન ગાયિકા અને ઉદ્યોગ સાહસિક ચંદ્રિકા ટન્ડને ત્રિવેણી આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી પુરસ્કાર જીત્યો છે. લૉસ એન્જિલસના ક્રિપ્ટૉ ડૉટ કૉમ એરેના ખાતે 67મા વાર્ષિક ગ્રેમી પુરસ્કાર રજૂ કરાયા હતા.
માધ્યમોના અહેવાલ મુજબ, સૌથી વધુ 11 નૉમિનેશન સાથે બિયૉન્સે કાઉ બૉય કાર્ટર માટે બૅસ્ટ કન્ટ્રી આલ્બમનો પુરસ્કાર જીત્યો. આ નૉમિનેશન સાથે બિયૉન્સ ગ્રેમી ઇતિહાસમાં સૌથી વધુ નૉમિનેશન મેળવનારાં કલાકાર બની ગયાં છે. જ્યારે સરબીના કાર્પેન્ટરે પોતાના આલ્બન શૉર્ટ એન્ડ સ્વીટ માટે પહેલો ગ્રેમી પુરસ્કાર જીત્યો છે. તેમજ કૅન્ડ્રિક લૅમરે પોતાના ડિસ ટ્રૅક નૉટ લાઈફ અસ માટે અનેક પુરસ્કાર જીત્યા. તો બિટલ્સે પોતાના A.I. આધારિત ટ્રૅક નાઉ એન્ડ ધેન માટે બૅસ્ટ રૉક પર્ફૉર્મન્સનો પુરસ્કાર પોતોના નામે કર્યો. જ્યારે ડૉએચીએ બૅસ્ટ રેપ આલ્બમ જીતનારાં ત્રીજા મહિલા તરીકે ઇતિહાસ રચ્યો છે.
ઉપરાંત બિલી ઈલિશ, ટૅલર સ્વિફ્ટ, માઈલી સાયરસ, ઑલિવિયા રૉડ્રિગો અને ચાર્લી એક્સ.સી.એક્સ જેવા અન્ય સિતારાઓએ પણ રેડ કાર્પેટ પર હાજરી પૂરાવી હતી.