ભારતરત્ન શરણાઈ વાદક ઉત્સાદ બિસ્મિલ્લાહ ખાંની આજે જન્મજયંતિ

ભારતરત્ન શરણાઈ વાદક ઉત્સાદ બિસ્મિલ્લાહ ખાંની આજે જન્મજયંતિ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.શ્રી બિરલાએ ભારતને વિશ્વ સ્તરે સંગીત ક્ષેત્રમાં ગૂંજતું કરનારા ભારતરત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંને શ્રદ્ધાંજલિ આપી. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, ભારતીય કળા અને સંસ્કૃતિના વિકાસમાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે. શ્રી આદિત્યનાથે ભારતરત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંની સંગીત સાધનાને વંદનીય ગણાવતા કહ્યું, પોતાના વાદનના માધ્યમથી તેમણે ભારતની સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.