ડિસેમ્બર 6, 2025 7:33 પી એમ(PM)

printer

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિવસ પર આજે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

ભારતરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની 70મી પુણ્યતિથિ, મહાપરિનિર્વાણ દિવસ પર આજે રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અગ્રણી નેતાઓએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી.
રાજયભરમાં શ્રદ્ધાંજલી કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.જે અંતર્ગત જામનગર ભાજપા દ્વારા ભારતીય બંધારણના શિલ્પી ભારતરત્ન ડોકટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભાજપ કાર્યાલય પર યોજવામાં આવેલા પરિસંવાદમાં રાજ્યશિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સહિત અન્ય મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથના કોડિનાર ખાતે આંબેડકર ચૉકમાં શિક્ષણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ‌ ડૉ. પ્રદ્યુમન વાજાએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મંત્રીએ પાણી દરવાજા ખાતે મતવિસ્તારના નાગરિકો સાથે લોકસંપર્ક સાધ્યો હતો.
ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્માણ દિવસ અંતર્ગત મહેસાણા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરાઈ. રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લામાં, બાબા સાહેબના મહાપરીનિર્વાણ દિન નિમિત્તે નાગરિકોએ લુન્સીકુઈ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે દીવ ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. દીવ જીલ્લા ભાજપ પ્રમુખ મોહન લખમણ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.