ભારતમાં 22 લાખ કરોડ રૂપિયાના કદ સાથે અને લગભગ તમામ વૈશ્વિક ઓટો કંપનીઓની હાજરી સાથે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે:કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં 22 લાખ કરોડ રૂપિયાના કદ સાથે અને લગભગ તમામ વૈશ્વિક ઓટો કંપનીઓની હાજરી સાથે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે. નીતિ આયોગ દ્વારા આયોજિત નવી દિલ્હીમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મિથેનોલ પરિષદનું ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ગડકરીએ આમ જણાવ્યું હતું.
શ્રી ગડકરીએ કહ્યું કે સરકાર અલ્ટ્રા-એન્ફોર્સમેન્ટ કોંક્રીટના ઉપયોગથી બ્રિજ અને મેટ્રોના નિર્માણની કિંમતમાં 25 ટકા ઘટાડો કરવા માટે કામ કરી રહી છે. બાયોડીઝલ અને વૈકલ્પિક ઇંધણની નિકાસ કરવાની વિશાળ સંભાવના છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં લગભગ 1 કરોડ 50 લાખ યુવાનોને રોજગાર આપવા માટે ઉદ્યોગ જવાબદાર છે.