ભારતમાં 17.5 બિલિયન યુએસ ડોલરનું માઇક્રોસોફ્ટ રોકાણ કરશે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતની મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા માટે, માઇક્રોસોફ્ટ એશિયામાં તેનું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયામાં માઇક્રોસોફ્ટના સૌથી મોટા રોકાણનું સ્વાગત કર્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં ભારતના નેતૃત્વ અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર માઇક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યારે AI ની વાત આવે છે, ત્યારે વિશ્વ ભારત પ્રત્યે આશાવાદી છે.
Site Admin | ડિસેમ્બર 10, 2025 8:34 એ એમ (AM)
ભારતમાં 17.5 બિલિયન US ડોલરનું રોકાણ કરવાના માઇક્રોસોફ્ટનાં નિર્ણયને આવકારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી