કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ભાર મૂક્યો હતો કે ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ-BIRAC ના 13મા સ્થાપના દિવસ પર બોલતા, ડૉ. સિંહે કહ્યું કે ભારત અવકાશ અને બાયોટેકનોલોજીમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે માન્યતા મેળવી રહ્યું છે.
ડૉ. જીતેન્દ્ર સિંહે અવકાશ ચિકિત્સામાં ભારતની અગ્રણી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જેના કારણે ભારત આ અત્યાધુનિક ક્ષેત્રમાં જોડાનારા પ્રથમ દેશોમાંનો એક દેશ બન્યો. તેમણે ઈસરો સાથે બાયોટેકનોલોજી વિભાગના સહયોગને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. મંત્રીએ ભારતની નોંધપાત્ર બાયોટેકનોલોજી સિદ્ધિઓ વર્ણવી, જેમાં કોવિડ-19 રસીની સફળતા તેમજ ટીબી, મેલેરિયા અને હિમોફીલિયા રસીઓમાં પ્રગતિનો સમાવેશ થાય છે.
શ્રી સિંહે ઇન્ડિયા બાયોઇકોનોમી અહેવાલ 2025 અને બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ માટે વૈશ્વિક માર્ગદર્શન અંગેનું બાયો-સારથી મેગેઝિનનું વિમોચન કર્યું. આ પ્રસંગે, મંત્રીએ BIRAC ને તેની 13મી વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન પણ પાઠવ્યા.
Site Admin | માર્ચ 21, 2025 6:16 પી એમ(PM) | કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી | બાયોટેકનોલોજી
ભારતમાં લગભગ દસ હજાર બાયોટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ છે, જે લગભગ 165 અરબ ડોલરની બાયોઇકોનોમીમાં યોગદાન આપે છે