ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદી પ્રચાર માટે ઈન્ટરનેટ દ્વારા સર્જાયેલા પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત અને પ્રાદેશિક પ્રયત્નો કરવા હાકલ કરી છે.
આજે નવી દિલ્હીમાં ઇયુ-ઇન્ડિયા કોન્ફરન્સે સંબોધતા શ્રી ડેલ્ફિને ભારપૂર્વક જણાવ્યું કે, ત્રાસવાદીઓ દ્વારા ઓનલાઇન કન્ટેન્ટથી સર્જાયેલા પડકારોને ડામવા યુરોપિય સંઘ વર્ષોથી પ્રતિબધ્ધ છે અને તે અંગેનો નોંધપાત્ર અનુભવ ધરાવે છે.
તેમણે જણાવ્યું કે, ઓનલાઇન નેટવર્ક માનવીય પ્રવૃત્તિની સારી અને નરસી એમ બંને બાજુને પ્રતિબિંબિત કરે છે. ભારતના ભૂતપુર્વ વિદેશ સચિવ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટિના ચાન્સેલર ડોક્ટર કંવલ સિબલે જણાવ્યું કે, ત્રાસવાદ સંબંધિત કન્ટેન્ટ અંગેની બે દિવસની ચર્ચા ફળદાયી સાબિત થશે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 8:05 પી એમ(PM)
ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફિને આતંકવાદ અને ઉગ્રવાદી પ્રચાર માટે ઈન્ટરનેટ દ્વારા સર્જાયેલા પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત અને પ્રાદેશિક પ્રયત્નો કરવા હાકલ કરી
