કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારતમાં બાયોટેક્નોલૉજી ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે અને આ ક્ષેત્ર ભારત માટે વિશાળ તક પ્રદાન કરે છે. ગાંધીનગરમાં પેથાપુર ખાતે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટૅક્નોલૉજી વિભાગ હેઠળના બાયોટૅક્નોલોજી રિસર્ચ સેન્ટર BSL – 4 બાયોકન્ટેનમૅન્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યા બાદ એક સભાને સંબોધતા તેમણે કહ્યું, વર્ષ 2024ના અંત સુધીમાં બાયો અર્થતંત્ર વધીને 166 અબજ ડૉલર થઈ ગયું છે. દરમિયાન શ્રી શાહે બાયો સ્ટાર્ટઅપ્સ, બાયો ઇન્ક્યૂબેટર્સ અને પૅટન્ટની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ પર ભાર મૂક્યો હતો.
ત્યારબાદ શ્રી શાહ અમદાવાદમા સનાથલ ખાતે, જીવણપુરા માર્ગ પર આવેલા પ્લોટ નંબર 1054 પર ગ્લૉબલ ઍક્સલૅન્સ માટેની ફાર્માસ્યુટિકલ અકાદમીના ખાતમુહૂર્ત સમારોહ, તેમજ આણંદમાં ચાંગા ખાતે ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજીના 15-મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. સાંજે તેઓ ખેડાના નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દર્શન પણ કરશે.
Site Admin | જાન્યુઆરી 13, 2026 3:19 પી એમ(PM)
ભારતમાં બાયોટેક્નોલૉજી ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે અને આ ક્ષેત્ર ભારત માટે વિશાળ તક પ્રદાન કરે છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ