ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 28, 2024 7:08 પી એમ(PM) | આચાર્ય દેવવ્રત

printer

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ભારતમાં જાપાનના કોન્સ્યુલ-જનરલ મહાવાણિજ્યદૂત શ્રી યાગી કોઝીએ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ જાપાન-ગુજરાત વચ્ચેના મૈત્રીપૂર્ણ ઘનિષ્ઠ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉષ્માપૂર્વક વિમર્શ કર્યો હતો.
જાપાનની 350 થી વધુ કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે. ઔદ્યોગિક અને આર્થિક વિકાસની સાથોસાથ જાપાનની કંપનીઓ ગુજરાતમાં માળખાકીય સુવિધાના વિકાસ વિસ્તારમાં પણ સહયોગી છે.
જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન ભારતમાં પોતાનો પાંચમો પ્લાન્ટ શરૂ કરી રહી છે, એમ કહીને શ્રી યાગી કોઝીએ કહ્યું હતું કે, 19મી સદીના અંતમાં ગુજરાતથી આવીને ઘણા ઉદ્યોગપતિઓ-વેપારીઓ જાપાનમાં સ્થાયી થયા છે. જાપાનના કોબે શહેર અને અમદાવાદ વચ્ચે ‘સિસ્ટર સિટી’ સમજૂતી થઈ છે.