ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 11, 2024 2:46 પી એમ(PM)

printer

ભારતમાં એપ્રિલથી ઓગષ્ટ દરમિયાન કોલસાના ઉત્પાદનમાં 6 ટકા વધારો થયો

ભારતમાં એપ્રિલથી ઓગસ્ટ વર્ષ 2024 વચ્ચે કોલસાનું ઉત્પાદન 38 કરોડ 40 લાખ ટન કરતાં વધુ હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 36 કરોડ 10 લાખ ટનની સરખામણીએ 6 ટકા વધુ છે.
કોલસા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર આંકડા એપ્રિલથી ઓગસ્ટ, વર્ષ 2024ના સમયગાળા દરમિયાન દેશમાં કોલસાના ઉત્પાદન અને પુરવઠાની સ્થિતિમાં વધારો દર્શાવે છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે ખાણકામને પણ અસર થઈ હતી.
મંત્રાલયે કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં સતત વધારો થયો છે. ભારતનું કોલસાનું ઉત્પાદન વર્ષ 2019-20માં 73 કરોડ 90 લાખ ટનથી 11.7 ટકા વધીને નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 99 કરોડ 70 લાખ ટન કરતાં વધુના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ