જાન્યુઆરી 6, 2026 7:33 પી એમ(PM)

printer

ભારતમાં આવતા મહિને ગ્લોબલ A.I. ઇમ્પેક્ટ સમિટ યોજાશે – રાજસ્થાનમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આવતા મહિને ભારતમાં ગ્લોબલ A.I. ઇમ્પેક્ટ સમિટ યોજાવવાની જાહેરાત કરી. તેના કારણે આગામી વર્ષમાં દસ લાખ યુવાન અને નાના ઉદ્યોગસાહસિક કૃત્રિમ બુદ્ધિમત્તા – A.I. કૌશલ્ય પ્રાપ્ત કરશે.
રાજસ્થાન રિજનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ – A.I. ઇમ્પેક્ટ સમિટને વર્ચ્યુઅલી સંબોધન કરતા શ્રી વૈષ્ણવે કહ્યું, અગાઉ આ સમિટ યુનાઈટેડ કિંગ્ડમ, દક્ષિણ કૉરિયા અને ફ્રાન્સમાં યોજાઈ ગઈ છે. દેશના તમામ રાજ્યમાં પ્રાદેશિક A.I. સંમેલન પણ યોજાશે.