ગ્લોબલ ટેરર ફાઇનાન્સિંગ વોચડોગ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સએ જણાવ્યું ભારતમાં આતંકવાદી હુમલા માટે સામગ્રીની ખરીદીમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો છે. જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને ઉત્તર પ્રદેશના ગોરખનાથ મંદિરમાં થયેલા આતંકવાદી હુમલામાં આ વાત બહાર આવી છે. આતંકવાદી ધિરાણ જોખમો પરના વ્યાપક અપડેટ પરના એક અહેવાલમાં FATF એ જણાવ્યું આતંકવાદી ધિરાણ માટે સોશિયલ મીડિયા, મેસેજિંગ એપ્લિકેશન્સ અને ક્રાઉડફંડિંગ સાઇટ્સ જેવા ડિજિટલ પ્લેટફોર્મનો દુરુપયોગ વધી રહ્યો છે. ઘણા પ્રકારના સમર્થનની જાણ કરવામાં આવી છે, જેમાં સીધી નાણાકીય સહાય, લોજિસ્ટિકલ અને મટિરિયલ સપોર્ટ અથવા તાલીમની જોગવાઈનો સમાવેશ થાય છે.
વર્ષ 2019માં પુલવામા હુમલામાં, ભારતીય સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવીને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરાયો હતો, જેમાં ચાલીસ સૈનિકો શહીદ થયા હતા. ભારતના અધિકારીઓએ તારણ કાઢ્યું હતું કે આ હુમલો જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હતો. તપાસમાં ભારતમાં મોટી માત્રામાં વિસ્ફોટકોની સરહદ પારની હિલચાલ બહાર આવી છે અને હુમલામાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક ઉપકરણનો મુખ્ય ઘટક ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા મેળવવામાં આવ્યો હતો.
Site Admin | જુલાઇ 9, 2025 2:05 પી એમ(PM)
ભારતમાં આતંકવાદી હુમલા માટેની સામગ્રીની ખરીદીમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ થયો હોવાનું ગ્લોબલ ટેરર ફાઇનાન્સિંગ વોચડોગ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સનું તારણ