જાન્યુઆરી 19, 2026 9:18 એ એમ (AM)

printer

ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો – કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો છે. નાગપુરના કોંધાલી ખાતે એક કાર્યક્રમમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું.આ પ્રસંગે પિનાકા ગાઇડેડ રોકેટની પ્રથમ ઉત્પાદન ખેપને રવાના કરવામાં આવી હતી. શ્રી સિંહે જણાવ્યું કે, ઘણા દેશોએ વિકસિત પિનાકા મિસાઇલો ખરીદવામાં રસ દાખવ્યો છે. તેમણે ઉમેર્યું કે આવી સિદ્ધિઓ ભારતના સંરક્ષણ ઉદ્યોગની શક્તિને ઉજાગર કરે છે અને દેશની નિકાસ ક્ષમતાને વેગ આપે છે.