ભારતનો છૂટક ફુગાવો જુલાઈમાં ઘટીને 1.55 ટકાની આઠ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે જૂનમાં 2.1 ટકા હતો. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ આંકડા અનુસાર, જૂન, 2017 પછી આ સૌથી ઓછો વાર્ષિક ફુગાવાનો દર છે. દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો ઘટીને 1.18 ટકા અને શહેરી વિસ્તારોમાં 2.05 ટકા થયો હતો. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ પર આધારિત ખાદ્ય ફુગાવાનો દર જુલાઈમાં 1.76 ટકાના સ્તરે ઘટ્યો હતો, જે જાન્યુઆરી 2019 પછીનો સૌથી નીચો દર હતો. ગ્રામીણ વિસ્તારોમાં અનુરૂપ ખાદ્ય ફુગાવાનો દર પણ ઘટીને 1.74 ટકા થયો હતો જ્યારે શહેરી વિસ્તારોમાં પણ ડિફ્લેશન જોવા મળ્યું હતું, જે ગયા મહિના દરમિયાન 1.9 ટકા હતું.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિના દરમિયાન કઠોળ અને ઉત્પાદનો, પરિવહન અને સંદેશાવ્યવહાર, શાકભાજી, અનાજ અને ઉત્પાદનો, શિક્ષણ, ઇંડા અને ખાંડ અને કન્ફેક્શનરી ફુગાવામાં ઘટાડાને આભારી છે.
Site Admin | ઓગસ્ટ 12, 2025 7:42 પી એમ(PM)
ભારતનો છૂટક ફુગાવો જુલાઈમાં ઘટીને 1.55 ટકાની આઠ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો
