ભારતને 2026-28ના સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ-ECOSOC માટે ચૂંટવામાં આવ્યું છે. આ પરિષદ ટકાઉ વિકાસના ત્રણ પરિમાણો – આર્થિક, સામાજિક અને પર્યાવરણીયને આગળ વધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર પ્રણાલીના કેન્દ્રમાં છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સભ્ય દેશોનો ભારતમાં પ્રચંડ સમર્થન અને વિશ્વાસ બદલ આભાર માન્યો છે.સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત વિકાસના મુદ્દાઓને આગળ વધારવા અને આર્થિક અને સામાજિક પરિષદને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. પરિષદને સંયુક્ત રાષ્ટ્રનું એક મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે જે આર્થિક અને સામાજિક મુદ્દાઓ સંબંધિત નીતિઓની ભલામણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Site Admin | જૂન 5, 2025 9:23 એ એમ (AM)
ભારતને 2026-28ના સમયગાળા માટે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ-ECOSOC માટે ચૂંટવામાં આવ્યું