ઓક્ટોબર 3, 2025 1:48 પી એમ(PM)

printer

ભારતને સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન પુરસ્કાર 2025 એનાયત કરાયો

ભારતને સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે મલેશિયાના કુઆલાલંપુરમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે ડૉ. માંડવિયાએ કહ્યું કે, આ એવોર્ડ દરેક નાગરિક માટે સામાજિક કલ્યાણ સુનિશ્ચિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોનો પુરાવો છે. મંત્રીએ દેશના મજબૂત ડિજિટલ જાહેર માળખા પર પ્રકાશ પાડ્યો હતો.
શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ પુરસ્કાર વૈશ્વિક સ્તરે સામાજિક સુરક્ષા પ્રણાલીમાં દેશની અસાધારણ પ્રગતિને માન્યતા આપે છે.