ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ક્ષેત્ર દ્વારા સરકાર લોકો, સંસ્કૃતિ અને સમૃદ્ધિને જોડવાનું કામ કરી રહી છે. ગઈ કાલે નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન પર એશિયા-પેસિફિક મંત્રી સ્તરીય પરિષદને સંબોધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે વધતા જતા મધ્યમ વર્ગને કારણે માંગ વધવાથી આ ક્ષેત્રએ પ્રગતિ સાધી છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, નાગરિકો માટે મુસાફરી સુગમ થઈ રહી છે અને કનેક્ટિવિટીને વેગ મળી રહ્યો છે.