કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાસિકમાં સહકાર ક્ષેત્રની વિવિધ પહેલનો આરંભ કરાવ્યો હતો. શ્રી શાહે મુંબઇમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025 નિમિત્તે ગોરેગાંવમાં આયોજિત સેમિનારમાં શ્રી શાહે જણાવ્યું કે ભારતને વિકસિત બનાવવામાં સહકાર ક્ષેત્રનું મહત્વનું યોગદાન હશે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 7:45 પી એમ(PM) | કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ
ભારતને વિકસિત બનાવવામાં સહકાર ક્ષેત્રનું મહત્વનું યોગદાન હશે : કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ
