ડિસેમ્બર 2, 2025 9:28 એ એમ (AM)

printer

ભારતને પહેલી વાર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ (IIDE) ના અધ્યક્ષ પદ માટે આમંત્રણ આપવામાં આવ્યું

ભારતને પહેલી વાર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રેસી એન્ડ ઇલેક્ટોરલ આસિસ્ટન્સ (IIDE) ના અધ્યક્ષપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ભારત વતી કાલે સ્ટોકહોમ, સ્વીડનમાં આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ભારતને મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજવા બદલ ઓળખે છે અને તેનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે આ ભારતના તમામ નાગરિકો અને ચૂંટણી કાર્યકરો માટે ગર્વની ક્ષણ છે. ૧૯૯૫માં સ્થાપિત, ઇન્ટરનેશનલ IIDE એક આંતર-સરકારી સંસ્થા છે, જેમાં ૩૭ વર્તમાન સભ્યો છે, જેમાં અમેરિકા અને જાપાન નિરીક્ષકો તરીકે સામેલ છે. ભારત એક સ્થાપક સભ્ય છે.