જાન્યુઆરી 17, 2026 9:36 એ એમ (AM)

printer

ભારતનું ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિસ્તરી રહ્યું છે, જે કેન્દ્રિત નીતિ અને ભંડોળ સહાય દ્વારા સંચાલિત – કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારતનું ડીપ-ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિસ્તરી રહ્યું છે, જે કેન્દ્રિત નીતિ અને ભંડોળ સહાય દ્વારા સંચાલિત છે.
શ્રી વૈષ્ણવે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, આજે ભારતના 80 ટકા સ્ટાર્ટઅપ્સ એઆઈ-સંચાલિત છે. તેમણે ઉમેર્યું કે, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાએ અત્યાર સુધીમાં 23 સ્ટાર્ટઅપ્સને ટેકો આપ્યો છે.
તેમણે જણાવ્યું કે, સંસ્થાકીય ભંડોળ માટે, સેમિકોન ઇન્ડિયા 2025માં એક અબજ ડોલરના ઇન્ડિયા ડીપ ટેક એલાયન્સની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે નોંધ્યું કે, 1 લાખ કરોડ રૂપિયાના ભંડોળ સાથે સંશોધન વિકાસ અને નવીનતા ભંડોળ, નવીનતા ક્ષમતાઓને પણ મજબૂત બનાવી રહ્યું છે.