નવેમ્બર 24, 2025 2:20 પી એમ(PM)

printer

ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 6.7 ટકાના દરે વૃદ્ધિ પામે તેવુ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરના વૈશ્વિક રેટિંગ્સનું અનુમાન

સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરના વૈશ્વિક રેટિંગ્સમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 6.7 ટકાના દરે વૃદ્ધિ પામશે. તેમજ અપેક્ષિત કર ઘટાડા અને નાણાકીય નીતિમાં સરળતાથી વપરાશ આધારિત વૃદ્ધિમાં વધારો થશે.
ભારતનો વાસ્તવિક GDP ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂનના ત્રિ-માસિક ગાળામાં 7.8 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જે પાંચ ક્વાર્ટરમાં સૌથી ઝડપી ગતિ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વર્ષે GDP વૃદ્ધિ 6.8 ટકાનો અંદાજ લગાવ્યો છે, જે પાછલા નાણાકીય વર્ષમાં નોંધાયેલા 6.5 ટકા કરતા વધુ છે.
સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે જણાવ્યું કે, સંભવિત ભારત-અમેરિકા વેપાર કરાર અનિશ્ચિતતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે અને રોકાણકારોના વિશ્વાસને વધારી શકે છે, ખાસ કરીને બજાર ઍક્સેસ અને સ્થિરતામાં સુધારો કરીને શ્રમ-સઘન ક્ષેત્રોને ફાયદો પહોંચાડી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.