ભારતની સૌથી મોટી સ્કૂલ હેકાથોન ‘વિકસિત ભારત બિલ્ડાથોન 2025’ આજે સવારે 10 થી રાત્રે 11 વાગ્યા સુધી યોજાશે. વિક્સિત ભારત બિલ્ડાથોન એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે, જેમાં શાળાઓ અને શિક્ષકોને ધોરણ છથી 12ના વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા અને સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય દર્શાવવા માટે સશક્ત બનાવવા માટે આમંત્રિત કરવામાં આવે છે.આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શાળા સ્તરે નવીનતાની સંસ્કૃતિને મજબૂત બનાવવાનો છે, જેમાં વિદ્યાર્થીઓને ચાર થીમ – આત્મનિર્ભર ભારત, સ્વદેશી, વોકલ ફોર લોકલ અને સમૃદ્ધ ભારત-પર વિચાર કરવા અથવા પ્રોટોટાઇપ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ શિક્ષણ મંત્રાલય દ્વારા અટલ ઇનોવેશન મિશન (AIM) અને નીતિ આયોગના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યો છે.
તેનું રાષ્ટ્રવ્યાપી લાઇવ – સ્ટ્રીમિંગ સત્તાવાર પોર્ટલ – vbb.mic.gov.in અથવા schoolinnovationmarathon.org/registration દ્વારા કરવામાં આવશે. બિલ્ડાથોનમાં એક કરોડ રૂપિયાનો એવોર્ડ પૂલ છે, જે 10 રાષ્ટ્રીય સ્તરના વિજેતાઓ, 100 રાજ્ય સ્તરના વિજેતાઓ અને એક હજાર જિલ્લા સ્તરના વિજેતાઓમાં વહેંચવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 13, 2025 7:44 એ એમ (AM)
ભારતની સૌથી મોટી સ્કૂલ હેકાથોન ‘વિકસિત ભારત બિલ્ડાથોન 2025’ આજે સવારથી યોજાશે