ભારતની વિવિધતાને ઉજાગર કરતાં ભારત પર્વ કાર્યક્રમનો ગઈકાલે ગુજરાતના એકતા નગર ખાતેથી પ્રારંભ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આ મહોત્સવનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું.ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે પ્રથમ વાર ભારત પર્વનું આયોજન કરાયુ છે.અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટના અહેવાલ મુજબ આ મહોત્સવ સંસ્કૃતિ મંત્રાલય અને ગુજરાત પ્રવાસન અને યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા સંયુક્ત રીતે યોજાઇ રહ્યો છે. આ અનોખા ઉત્સવમાં સ્વાદિષ્ટ ભોજન, અદભુત હસ્તકલા, પરંપરાગત લોકનૃત્ય અને ભારતના વિવિધ રાજ્યોના કલાત્મક પ્રદર્શનો યોજાશે. ભારત પર્વ 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી સાથે સમાપ્ત થશે.
Site Admin | નવેમ્બર 2, 2025 8:34 એ એમ (AM)
ભારતની વિવિધતાને દર્શાવતા ભારત પર્વનો ગુજરાતનાં એકતાનગરથી પ્રારંભ