જાન્યુઆરી 10, 2026 3:43 પી એમ(PM)

printer

ભારતની વિભાવના ચરિતાર્થ કરતા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાના માર્ગ પર 20 જેટલા સ્ટેજ તૈયાર કરાયા

દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વમાં એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવના ચરિતાર્થ કરતા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રાના માર્ગ પર 20 જેટલા સ્ટેજ તૈયાર કરાયા છે. તેમાં કર્ણાટક, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યની વિવિધ કૃતિ રજૂ કરવામાં આવી રહી છે.પ્રધાનમંત્રીના આગમન પહેલા શૌર્ય યાત્રાના માર્ગ પર યક્ષગાન, કુચિપુડી નૃત્ય, મણિયારો રાસ, ભરતનાટ્યમ્ સહિત વિવિધતામાં એકતા દર્શાવતા રાજ્યભરના કલાકારો વિવિધ પ્રસ્તુતિ કરી રહ્યાં છે. આ અવસરે ભરતનાટ્યમ્-ની પ્રસ્તુતિ કરનારાં એક કલાકારની પ્રતિક્રિયા સાંભળીએ.બીજી તરફ, શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા અને કાયદો તથા ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 72 કલાકનાં અખંડ ઓમકાર જાપમાં સહભાગી થયા હતા.