ભારતની વિદેશી હૂંડિયામણની અનામતોએ 700 અબજ ડોલરની સપાટી વટાવતા વૈશ્વિક સ્તરે ચોથો ક્રમ હાંસલ કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 2014 થી 2024 દરમિયાન કુલ વિદેશી સીધું રોકાણ 709 અબજ ડોલરને વટાવી ગયું છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, વૈશ્વિક સ્પર્ધા સૂચકાંકમાં 2014માં ભારત 71મા ક્રમે હતું, જે 2018માં 39મા ક્રમે આવ્યું હતું. 2024માં ભારત ક્રુડ સ્ટીલમાં ચીન પછી બીજો મોટો ઉત્પાદક દેશ બન્યો, જ્યારે મોબાઇલ ફોનનાં ઉત્પાદનમાં બીજા ક્રમે રહ્યો.
ભારતનું શિક્ષણ ક્ષેત્ર પણ નોંધપાત્ર વૃધ્ધિ કરી રહ્યું છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં એશિયાની ટોચના 100 શિક્ષણ સંસ્થાઓમાં ભારતની સાત સંસ્થા સ્થાન પામી છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 2:21 પી એમ(PM) | ડોલર
ભારતની વિદેશી હૂંડિયામણની અનામતોએ 700 અબજ ડોલરની સપાટી વટાવતા વૈશ્વિક સ્તરે ચોથો ક્રમ હાંસલ કરીને સીમાચિહ્ન હાંસલ કર્યું
