ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 11, 2025 2:00 પી એમ(PM)

printer

ભારતની લિસ્ટેડ કંપનીઓએ માર્ચ 2025થી બજારમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો

ભારતની લિસ્ટેડ કંપનીઓએ ઓક્ટોબર 2024 અને ફેબ્રુઆરીથી પાંચ મહિનાનાં ઘટાડા બાદ માર્ચ 2025થી બજારમાં એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ, માર્કેટ કેપમાં 21 ટકાનો વધારો થયો છે, જે વિશ્વના ટોચના 10 ઇક્વિટી બજારોમાં સૌથી વધુ વધારો છે.
ભારત હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી વૈશ્વિક સ્તરે પાંચમું સૌથી મોટું શેરબજાર છે. આ સમયગાળા દરમિયાન ભારતના બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 12.50 ટકા અને 13.50 ટકાનો વધારો થયો છે, જ્યારે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં અનુક્રમે 20.7 ટકા અને 26 ટકાનો વધારો થયો છે.