સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગે આજે નવી દિલ્હીમાં રાજઘાટની મુલાકાત લીધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેઓ આજે બપોરે ભારતીય ઉદ્યોગ અને વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરશે.
પ્રધાનમંત્રી શ્રી મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી વચ્ચે આવતીકાલે દ્વિપક્ષીય બેઠક યોજવાની છે।. આ મુલાકાત દરમિયાન, સિંગાપોરના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વોંગની મુલાકાત ભારત-સિંગાપોર રાજદ્વારી સંબંધોની ૬૦મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે અને આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોની પ્રતિબદ્ધતાને દર્શાવે. આ મુલાકાતથી બંને દેશોના પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરવાની તક મળશે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે સિંગાપોર ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, અને એક્ટ ઇસ્ટ પોલિસીનો પણ ભાગ છે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 3:04 પી એમ(PM)
ભારતની મુલાકાતે આવેલા સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આજે ભારતીય ઉદ્યોગકારો સાથે વાતચીત કરશે.
