માર્ચ 4, 2025 9:33 એ એમ (AM)

printer

ભારતની મુલાકાતે આવેલા બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

ભારતની મુલાકાતે આવેલા બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે.આ મહિનાની 8મી તારીખ સુધી તેઓ ભારતની મુલાકાતે છે. રાજકુમારી એસ્ટ્રિડ, બેલ્જિયમના સંરક્ષણમંત્રી થિયો ફ્રેન્કેન સાથે ગઈકાલે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવાના માર્ગો અને માધ્યમો પર ચર્ચા કરી. સંરક્ષણ મંત્રીએ, સંરક્ષણ ક્ષેત્રમાં બેલ્જિયમના રોકાણનું સ્વાગત કર્યું. તેમણે સૂચન કર્યું કે, બેલ્જિયમની કંપનીઓ ભારતમાં તેમનો વ્યાપ વધારીને અને ભારતીય વિક્રેતાઓને તેમની સપ્લાય ચેઇનમાં એકીકૃત કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બંને દેશોએ, સંસ્થાકીય સંરક્ષણ સહયોગ પદ્ધતિ શોધવા માટે પણ સંમતિ દર્શાવી.