વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પી. વી સિંધુએ વિશ્વની બીજા ક્રમાંકિત ચીનની વાંગ ઝી યીને હરાવીને પ્રવેશ કર્યો,
જ્યારે ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની ડબલ્સ જોડીએ આજે પેરિસમાં પાંચમા ક્રમાંકિત તાંગ ચુન માન અને ત્સે યિંગ સુએત પર જીત મેળવી. 15મા ક્રમાંકિત સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 48 મિનિટમાં 21-19, 21-15થી જીત મેળવી અને ચીન સામે 3-2થી હેડ-ટુ-હેડ રેકોર્ડ બનાવ્યો.
સિંધુ હવે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વ નંબર નવ ઇન્ડોનેશિયાની કુસુમા વર્ડાનીનો સામનો કરશે. સિંધુ હવે છઠ્ઠા વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ જીતવાથી માત્ર એક વિજય દૂર છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:54 પી એમ(PM)
ભારતની પી.વી. સિંધુએ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.
