ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 6:38 પી એમ(PM)

printer

ભારતની જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ 2023-24માં આશરે 1 લાખ 41 હજાર કરોડનો તેમનો અત્યાર સુધીનો સૌથી વધુ કુલ ચોખ્ખો નફો નોંધાવ્યો

ભારતની જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ 2023-24માં આશરે 1 લાખ 41 હજાર કરોડનો તેમનો અત્યાર સુધીનો સૌથી વધુ કુલ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. દરમિયાન, ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) રેશિયો સપ્ટેમ્બર મહિનામાં ઘટીને 3.12 ટકા થયો છે. માર્ચ 2018 માં 14.58 ટકાના ટોચના GNPAની સરખામણીમાં આ તીવ્ર ઘટાડો છે. નાણા મંત્રાલયે જાહેર કર્યું છે કે જાહેર ક્ષેત્રોની બેન્કોએ છેલ્લાં ત્રણ વર્ષમાં લગભગ 62 હજાર કરોડ રૂપિયાનું કુલ ડિવિડન્ડ ચૂકવીને શેરધારકોના વળતરમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.નાણા મંત્રાલયે તેને સીમાચિહ્ન સિધ્ધિ ગણાવીને જણાવ્યું છેકે, બેન્કોની નોંધપાત્ર નાણાકીય વૃધ્ધિ બેન્કિંગ ક્ષેત્રની કામગીરીની ક્ષમતા, અસ્કયામતોનીસુધરેલી ગુણવત્તા અને મજબૂત મૂડી પાયો સૂચવે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.