જુલાઇ 15, 2024 3:02 પી એમ(PM) | ડિજિટલ ચૂકવણી

printer

ભારતની છૂટક ડિજિટલ ચૂકવણી વર્ષ 2030 સુધીમાં બમણી થઈને 7 ટ્રિલિયન ડોલર થવાની સંભાવના

ભારતની છૂટક ડિજિટલ ચૂકવણી વર્ષ 2030 સુધીમાં બમણી થઈને 7 ટ્રિલિયન ડોલર થવાની સંભાવના છે કેર્ની અને અમેઝૉન પે દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા સંયુક્ત અહેવાલમાં શક્યતા દર્શાવાઈ છે. આ અહેવાલ અનુસાર છૂટક વ્યવહારો માટે ભારતની ડિજિટલ ચૂકવણી નાણાકીય વર્ષ 2023-24માં વધીને 3.6 ટ્રિલિયન ડોલર થઈ શકે છે જે નાણાકીય વર્ષ 2017-18માં 300 બિલિયન હતી.ઉલ્લેખનીય છે કે ભારતમાં UPI વ્યવહારો 11 એપ્રિલ, 2016ના રોજ શરૂ કરવામાં આવ્યા હતા.
દેશમાં નાણાકીય વર્ષ 2018 થી 2024 સુધીમાં ડિજિટલ વ્યવહારોના વિવિધ સ્તરોમાં 138 ટકાનો વધારો જોવા મળ્યો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનું ઈ-કોમર્સ બજાર વર્ષ 2022માં 80 બિલિયન ડોલરનું રહ્યું છે જેમાં 2030 સુધીમાં 21 ટકાનો વધારો થવાની ધારણા છે. આ અહેવાલ અનુસાર વર્ષ 2022માં વિશ્વની ડિજિટલ ચૂલવણીમાં ભારતનો હિસ્સો 46 ટકા રહ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.