ચેસમાં, ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી, ડી.હરિકા અને આર. વૈશાલી અને આંતરરાષ્ટ્રીય માસ્ટર દિવ્યા દેશમુખે એફઆઇડીઇ વિશ્વ મહિલા કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે, ભારત ટુર્નામેન્ટના અંતિમ-આઠ તબક્કામાં ચાર ખેલાડીઓ ધરાવતો પ્રથમ દેશ બન્યો છે. તમામ ચાર મહિલાઓએ ગઈકાલે તેમની ટાઈબ્રેક મેચો જીતીને જ્યોર્જિયાના બટુમી ખાતે અંતિમ-આઠના તબક્કામાં પ્રવેશ કર્યો હતો.
Site Admin | જુલાઇ 19, 2025 1:26 પી એમ(PM)
ભારતની ચાર મહિલા ચેસ ખેલાડીઓ એફઆઇડીઇ વિશ્વ મહિલા કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો
