જુલાઇ 22, 2025 7:46 એ એમ (AM)

printer

ભારતની ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પીનો આજે FIDE મહિલા વિશ્વ કપ ચેસ સ્પર્ધામાં સેમિફાઇનલ મુકાબલા

ભારતની ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી આજે FIDE મહિલા વિશ્વ કપ ચેસ સ્પર્ધામાં સેમિફાઇનલ મુકાબલા રમશે. સેમિફાઇનલમાં, દિવ્યાનો સામનો ચીનની તાન ઝોંગી સામે થશે, જ્યારે કોનેરુ હમ્પી ચીનની લેઈ ટિંગજી સામે ટકરાશે. દિવ્યાએ ગઇકાલે રેપિડ ટાઇ-બ્રેકમાં હરિકા દ્રોણાવલ્લીને 2-0 થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં પહોંચનારી તે બીજી ભારતીય બની છે.