ભારતની કોનેરુ હમ્પીએ ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. આ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. હમ્પીએ શાનદાર પ્રદર્શન કરતાં ક્વાર્ટર ફાઇનલમાં ચીનની સોંગ યુચિનને હરાવી છે.દરમિયાન દિવ્યા દેશમુખ અને હરિકા દ્રોણવલ્લી આજે ક્વાર્ટર ફાઇનલમાં એકબીજાની સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:35 વાગ્યે રમાશે. આ સ્પર્ધાની વિજેતા, સેમિફાઇનલમાં કોનેરુ હમ્પી અને ચીનની લેઇ ટિંગજી તથા ટેન ઝોંગી સાથે સેમિફાઇનલમાં રમશે.દરમિયાન, વૈશાલી રમેશબાબુનો પ્રભાવશાળી પ્રવાસ સમાપ્ત થયો છે, વૈશાલી ચીનની ટેન ઝોંગજી સામે હારી ગઈ. બીજી તરફ ચીનની લેઇ ટિંગજીએ જ્યોર્જિયાની ખેલાડીને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
Site Admin | જુલાઇ 21, 2025 9:00 એ એમ (AM)
ભારતની કોનેરુ હમ્પીએ ફિડે મહિલા ચેસ વિશ્વકપ 2025ની સેમિફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો
