ભારતની ઉન્નતિ હુડા જર્મનીમાં હાયલો ઓપન સુપર-500 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. સારબ્રુકેનમાં ઉન્નતિએ ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈની લિન હ્સિયાંગ-ટાયને 22-20, 21-13થી હરાવી હતી. સેમિફાઇનલમાં તેનો સામનો ઇન્ડોનેશિયાની ટોચની ક્રમાંકિત કુસુમા વર્દાની સાથે થશે. ઉન્નતિ આ ટુર્નામેન્ટમાં છેલ્લા ચારમાં પહોંચનારી એકમાત્ર ભારતીય ખેલાડી છે.
Site Admin | નવેમ્બર 1, 2025 7:51 એ એમ (AM)
ભારતની ઉન્નતિ હુડા હાયલો ઓપન સુપર-500 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં