ભારતની અને દક્ષિણ આફ્રિકાની A ટીમો વચ્ચે ત્રણ વનડે મેચની બિનસત્તાવાર શ્રેણીનો આજથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રારંભ થશે. આજે બપોરના 1.30 વાગ્યે મેચ શરૂ થશે. આ મેચ નિહાળવા આવતા ક્રિકેટ રસિકો માટે ત્રણેય મેચમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. રાજકોટમાં રમાનાર આ બિનસત્તાવાર એક દિવસિય મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા A ટીમતિલક વર્માની આગેવાનીમાં રમાશે. આજે પ્રથમ વન ડે મેચ યોજાશે. ત્યારબાદ બીજી મેચ 16 તેમજ ત્રીજી મેચ 19 નવેમ્બરના રોજ યોજાવાની છે.
Site Admin | નવેમ્બર 13, 2025 10:00 એ એમ (AM)
ભારતની અને દક્ષિણ આફ્રિકાની A ટીમો વચ્ચે ત્રણ વનડે મેચની બિનસત્તાવાર શ્રેણીનો આજથી પ્રારંભ