ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 સંસદમાંથી પસાર થયા બાદ, ડ્રીમ સ્પોર્ટ્સ, ગેમ્સક્રાફ્ટ, મોબાઈલ પ્રીમિયર લીગ અને ઝુપી સહિત ભારતની અગ્રણી ગેમિંગ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર વાસ્તવિક નાણાં સાથે સંકળાયેલી રમતોને સ્થગિત કરવાનું શરૂ કરી દીધું છે.
આ ખરડામાં તમામ ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યાં ખેલાડીઓ નાણાકીય વળતરની અપેક્ષા સાથે પૈસા દાવ પર લગાવે છે. વધુમાં, આ ખરડાએ અધિકારીઓને કોઈપણ જગ્યાની તપાસ કરવાની અને ઉલ્લંઘનની શંકા હેઠળ કોઈપણ વ્યક્તિની વોરંટ વિના ધરપકડ કરવાની સત્તા આપી. સરકારે ઓનલાઈન મની ગેમિંગથી વ્યસન, નાણાકીય નુકસાન અને ગુનાના વધારાને ટાંકીને આ ખરડો પસાર કર્યો.
Site Admin | ઓગસ્ટ 22, 2025 2:13 પી એમ(PM)
ભારતની અગ્રણી ગેમિંગ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર વાસ્તવિક નાણાં સાથે સંકળાયેલી રમતોને સ્થગિત કરવાનું શરૂ કર્યું.
