ભારતના હિમાંશુ જાખડે સાઉદી અરેબિયાના દમ્મામમાં અંડર-૧૮ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ વાર સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે.હિમાંશુએ 67.57 મીટરના અંતર સુધી ભાલા ફેંકીને ટોચનું સ્થાન મેળવ્યું. ભારતે ચેમ્પિયનશિપમાં એક સુવર્ણ, પાંચ રજત અને પાંચ કાંસ્ય ચંદ્રકો સહિત કુલ 11 ચંદ્રકો જીત્યા છે.પુરુષો ઊંચી કૂદમાં દેવક ભૂષણે રજત ચંદ્રક અને પી. ચિરંત, સઈદ સાબીર, સાકેત મિંજ અને કાદિર ખાનની ટીમે પુરુષોની મેડલી રિલેમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં આરતીએ બીજો કાંસ્ય ચંદ્રક જીત્યો. આ પહેલા આરતીએ ૧૦૦ મીટર દોડમાં પણ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
Site Admin | એપ્રિલ 19, 2025 8:54 એ એમ (AM)
ભારતના હિમાંશુ જાખડે સાઉદી અરેબિયામાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ વાર સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો
