માર્ચ 17, 2025 2:27 પી એમ(PM)

printer

ભારતના સૌ પ્રથમ રિવર ડોલ્ફિન સર્વે પ્રમાણે દેશભરમાં 6,327 રિવર ડોલ્ફિન ધરાવે છે અસ્તિત્વ

ભારતના સૌ પ્રથમ રિવર ડોલ્ફિન સર્વે પ્રમાણે દેશભરમાં 6,327 રિવર ડોલ્ફિન અસ્તિત્વ ધરાવે છે. આસામની પાંચ નદીમાં સૌથી વધુ 635 ડોલ્ફિન હોવાનો અંદાજ છે.
તાજેતરમાં જુનાગઢમાં મળેલી વન્યજીવ રાષ્ટ્રીય બોર્ડની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જારી કરેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. આસામમાં રિવર ડોલ્ફિનને ‘ખિહુ’ તરીકે ઓળખવામાં આવે છે. ગુવાહાટી પાસે કુલ્સી નદીમાં જોવા મળેલી ડોલ્ફિનનું ભારતમાં પ્રથમ વાર સેટેલાઇટ ટેગિંગ કરવામાં આવ્યું છે.
સર્વેમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2020થી બ્રહ્મપુત્રા નદીમાં ડોલ્ફિનની વસતિમાં સાતત્યતા જોવા મળી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.