જુલાઇ 18, 2025 8:02 એ એમ (AM)

printer

ભારતના સુજીત કલ્કલે હંગેરીમાં આયોજિત કુસ્તી સ્પર્ધામાં 65 કિગ્રા પુરુષોની ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો

કુસ્તીમાં, ભારતના સુજીત કલ્કલે હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત પ્રતિષ્ઠિત પોલાક ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં 65 કિગ્રા પુરુષોની ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
ભારતીય કુસ્તીબાજે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ચાર વખતના યુરોપિયન મેડલ વિજેતા અલી રહીમઝાદેને 5-1થી હરાવ્યો. આ વર્ષે કોઈપણ રેન્કિંગ શ્રેણી ઇવેન્ટમાં ભારતીય કુસ્તીબાજ દ્વારા જીતવામાં આવેલો આ પહેલો સુવર્ણ ચંદ્રક છે. ભારતે 57 કિગ્રા પુરુષોની ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં પણ પોડિયમ ફિનિશ મેળવ્યું, જ્યાં રાહુલે, જર્મનીના ખેલાડીને 4-0 થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો.