ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ડેનમાર્ક ઓપન બેડમિન્ટન પૂરૂષ ડબલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. ભારતીય જોડીએ ગઈકાલે રાત્રે ઓડેન્સમાં ક્વાર્ટર-ફાઇનલ મેચમાં મુહમ્મદ રિયાન આર્ડિયાન્ટો અને રહેમત હિદાયતની બિનક્રમાંકિત ઇન્ડોનેશિયન જોડીને 21-15, 18-21, 21-16 થી હરાવી હતી. આ જોડી આજે સેમિફાઇનલમાં જાપાનની જોડીનો સામનો કરશે. દરમિયાન, ભારતના લક્ષ્ય સેન પૂરૂષ સિંગલ્સની ક્વાર્ટર-ફાઇનલમાં ફ્રાન્સના સાતમા ક્રમાંકિત એલેક્સ લેનિયર સામે 9-21, 14-21 થી હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
Site Admin | ઓક્ટોબર 18, 2025 9:10 એ એમ (AM)
ભારતના સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ડેનમાર્ક ઓપન બેડમિન્ટન પૂરૂષ ડબલ્સની સેમિફાઇનલમાં