ભારતના વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ વૈશ્વિક સહયોગમાં મજબૂત અને સમાન ભાગીદારી બનાવવામાં ગ્લોબલ સાઉથની કેન્દ્રીય ભૂમિકા ભજવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં રાયસીના સંવાદમાં, તેમણે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો સાથે વેપાર અને રોકાણ વધારવાની નોંધપાત્ર સંભાવના વિશે વાત કરી. તેમણે કહ્યું કે, આ દેશો સાથેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને શિક્ષણ, માહિતી ટેકનોલોજી, દવા અને એન્જિનિયરિંગમાં અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
આ ચર્ચાથી ગ્લોબલ સાઉથ દેશોમાં એકતા વધુ મજબૂત થશે.
વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, લેટિન અમેરિકા સાથે ભારતનું જોડાણ સક્રિયપણે વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે બીજા ભારત-કેરિકોમ સમિટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુયાનાની મુલાકાતથી આપણા સંબંધો વધુ સુપ્રઢ બન્યા છે.
Site Admin | માર્ચ 19, 2025 2:56 પી એમ(PM)
ભારતના વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ વૈશ્વિક સહયોગમાં ગ્લોબલ સાઉથની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂક્યો