ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 8:28 એ એમ (AM)

printer

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં અંદાજે 15 અબજ ડોલરનો વધારો થયો છે

સાત માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં અંદાજે 15 અબજ ડોલરનો વધારો થયો છે, જે 653 અબજ ડોલરથી વધુ છે. ભારતીય રિઝર્વ બેંકે બહાર પાડેલા સાપ્તાહિક આંકડા અનુસાર, વિદેશી ચલણ સંપત્તિ, જે ભંડોળનો મુખ્ય ઘટક છે, તે 13 અબજ 93 કરોડ ડોલરથી વધીને 557 અબજ ડોલરથી વધુ થઈ ગયું છે.
ગયા સપ્તાહ દરમિયાન, સોનાના ભંડોળમાં એક અબજ ડોલરનો વધારો થયો છે, જે કુલ 74 અબજ ડોલરથી વધુ છે. આ ઉપરાંત, વિશેષ ઉપાડ અધિકાર 212 મિલિયન ડોલર વધીને 18 અબજ ડોલરથી વધુ થયો અને આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડાર IMFમાં સેન્ટ્રલ બેંકનું સ્થાન 69 મિલિયન ડોલર વધીને 4 અબજ ડોલરથી વધુનું થયું છે.