ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 19, 2025 2:22 પી એમ(PM)

printer

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશમંત્રીના નેતૃત્વમાં દિલ્હીમાં સરહદી બાબતો અંગે બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ આજે નવી દિલ્હીમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પ્રશ્ન પર વિશેષ પ્રતિનિધિઓની વાતચીતનો 24મો તબક્કો યોજ્યો. પોતાના પ્રારંભિક ભાષણમાં, શ્રી ડોભાલે કહ્યું, છેલ્લા નવ મહિનામાં સરહદ પરની પરિસ્થિતિમાં સુધારો થયો છે અને તે શાંતિપૂર્ણ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો નોંધપાત્ર રહ્યા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે બંને દેશો તેમના નેતાઓના આભારી છે, જેમણે ગયા ઓક્ટોબરમાં કઝાનમાં મુલાકાત કરી હતી અને સંબંધો માટે નવી દિશા નક્કી કરી.
શ્રી ડોભાલે આશા વ્યક્ત કરી કે 24મી ખાસ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો પણ એટલી જ સફળ રહેશે. તેમણે કહ્યું નવા વાતાવરણને કારણે બંને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં જોડાણને આગળ વધારવામાં મદદ મળી છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં SCO સમિટ માટે મુલાકાત લેશે ત્યારે આ વાટાઘાટોનું વિશેષ મહત્વ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.